તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
૧૦ વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ૨૧ વર્ષીય આરોપીને આજીવન કેદ
કોર્ટે ભોગ બનનાર બાળકને રૂ.૨ લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે

વાપી,તા.૩૧:વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં આવેલી ચાલીની રૂમમાં યુવાને પાડોશી ૧૦ વર્ષીય બાઈક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. આ ગંભીર ગુનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકને રૂ.૨ લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે.
કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૨૪માં વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં રહેતો બાલાજી ઉર્ફે મોનીયા સંજયભાઈ પટેલ (ઉ.વ.૨૭) ગઇકાલે રવિવારે પાડોશમાં રહેતા ૧૦ વર્ષીય બાળકને લલચાવી સાથે લઇ ગયો હતો. બાદમાં ચાલીની રૂમમર્મા લઇ ગયા બાદ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. આ ગંભીર કૃત્ય અંગે રહીશોએ બાળકના પરિવારને જાણ કરાઇ હતી.
પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ બાલાજીને પકડી પાડયો હતો.
પરિવારે બાળકની પૂછપરછ કરતા બાલાજીનું ગંભીર કૃત્ય બહાર આવતા પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી. બાદમાં પોલીસે બાલાજીની ધરપકડ કરી જેલભેગો કરી ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ ભોગ બનનાર બાળક, પરિવારજનો સહિત લોકોની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવા સાથે આરોપીને કડકમાં કડક સજા કરવા ધરદાર દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે આરોપી બાલાજી પટેલને તકસીરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે ભોગ બનનાર બાળકને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.૨ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
વાપી કોર્ટે બાળક સાથે ખોટુ કરવાના કેસમાં આરોપીને બાલાજી પટેલને આજીવન કેદની સજા કરી છે. આ આરોપીએ આરોપી ૬ વર્ષની બાળકીના કપડા કાઢી ગાલ ઉપર ચુંબન કરી શારીરિક છેડતી કરી હતી. જે કેસમાં પણ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. વાપી કોર્ટે આરોપી બાલાજી પટેલને કસુરવાર ઠેરવી સાડા ત્રણ વર્ષની કેદની સજા કરી હતી.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
