<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ડેડિયાપાડાના બલ ગામની કુદરતી હાજતે ગયેલ ૧૪ વર્ષીય દીકરીને સાપ કરડતા સારવાર દરમિયાન મોત

સરકારી દવાખાના મોઝદા ખાતે લઇ જવાતા ડોકટરે સારવાર દરમ્યાન મૃત જાહેર કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બલ ગામની દીકરી કુદરતી હાજતે ગઈ હોય ત્યાં તેને સાપએ ડંખ મારતા તેનું મોત થયું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયાંશીબેન અમરસિંગભાઈ ખેતીયાભાઈ વસાવા (ઉં.વ.૧૪ )(રહે.બલ ટેમરી ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ તા.૧૨/૦૯/૨૦૨૬.ના સવારના ૦૮/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાના ઘરની બાજુમા આવેલ કપાસનુ વાવેતર કરેલ વાડામાં કુદરતી હાજતે ગયેલ અને તે વખતે કોઇ ઝેરી સાપે મરનારને જમણા પગમાં પંજાની જમણી બાજુ ડંખ મારી દેતા જેઓને તેમના કુટુંબીજનો તાત્કાલીક સારવાર માટે ખાનગી વાહનમા સરકારી દવાખાના મોઝદા ખાતે લઇ આવી સારવાર માટે દાખલ કરેલ હતા અને ત્યારબાદ જેઓને ૧૧/૧૦ વાગે ફરજ ઉપરના ડોકટરે સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(9:48 PM IST)