<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

સુરતના પાંડેસરા GIDC ની ખૂલ્લી ગટરમાં પડી જતાં 9 મહિનાની માસુમ બાળકીનું મોત

યુપીનાં શ્રમિક પરિવારની દિકરી ગૌરીનું ગટરમાં પડી જતાં મોત: બાળકીનાં મોતને પગલે પરિવારમાં શોક અને આક્રોશ

સુરત : સુરતના પાંડેસરામાં ખુલ્લી ગટરમાં પડી જતાં 9 મહિનાની બાળકીનું મોત થયુ છે. પાંડેસરા GIDC ની ખૂલ્લી ગટરમાં પડી જતા મૃત્યુ નીપજ્યું છે, રાધિકા પ્રિન્ટ મિલમાં રમતાં-રમતાં બાળકી ગટરમાં પડી ગઇ હતી  યુપીનાં શ્રમિક પરિવારની દિકરી ગૌરીનું ગટરમાં પડી જતાં મોત થયું હતું  બાળકીનાં મોતને પગલે પરિવારમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે , મિલતંત્રની ગંભીર બેદરકારીને લઇને પરિવારે દીકરી ગુમાવી હતી  ઘટનાની જાણ બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી 

(6:01 PM IST)