તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સગીરા પર ૯ શખસોનું દુષ્કર્મઃ વીડિયો ઉતારી વાઈરલની ધમકી
ખેડામાં લવજેહાદઃ પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ૮ આરોપીની ધરપકડ કરી

ખેડા,તા.૧૮: ખેડામાં ત્રણ વર્ષથી લવજેહાદમાં સગીરાને ફસાવીને ૯ શખસોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિગ કરતા હતા. સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ૮ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પરવેઝ પઠાણ નામના મુખ્ય આરોપીએ બે વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને વાંધાજનક ફોટો-વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલિગ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપી પરવેઝે સગીરાના વાંધાજનક ફોટો-વીડિયો તેના મિત્રોને બતાવ્યા હતા. આ પછી ૮ મિત્રોએ પણ સગીરાને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતા અને પરિવારને જાણ કરશે તે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
આમ વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન નરાધમોએ સગીરાને ડરાવી-ધમકાવીને તેનું પર શોષણ કરવામાં આવ્યું હતું. જો કે, અંતે સગીરાએ હિમત દાખવીને તેના પરિવારને જાણ કરતાં ખેડા ટાઉન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા(BNS) અને પોક્સો એક્ટ હેઠળ મુખ્ય આરોપી પરવેઝ પઠાણ, માહિર, ફૈઝાન, સાહીલ, તૌફીક સહિત કુલ ૯ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ૮ નરાધમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
