તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
યાત્રધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના આગમનના 871 વર્ષ પૂર્ણ : સવા લાખના મુગટમાં ભાવિકોને દર્શન
વર્ષો પહેલા એક ભક્ત દ્વારા ભેટમાં આપવામાં આવેલો આ અમૂલ્ય મુગટ ભગવાન વર્ષમાં માત્ર 3 વખત જ ધારણ કરે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કારતકી પૂનમને લઈને હજારો ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટ્યા છે. આજનો દિવસ ડાકોર માટે અત્યંત ઐતિહાસિક છે, કારણ કે ભક્ત બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર આવ્યા તેને આજે 871 વર્ષ પૂર્ણ થયા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
વહેલી સવારે 4:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થયા બાદ સતત આખો દિવસ ભક્તોને દર્શનનો લાભ મળી રહ્યો છે. આજના પાવન દિવસે ભગવાન રાજા રણછોડ વર્ષો જૂનો સવા લાખનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપી રહ્યા છે. વર્ષો પહેલા એક ભક્ત દ્વારા ભેટમાં આપવામાં આવેલો આ અમૂલ્ય મુગટ ભગવાન વર્ષમાં માત્ર 3 વખત જ ધારણ કરે છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
