<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સિદ્ધપુરમાં દેશની એકમાત્ર ચાંદીના રથવાળી ગોવિંદ માધવની 83મી દિવ્ય રથયાત્રા નીકળશે

231 વર્ષ જૂના ગોવિંદ માધવ મંદિરથી નીકળનારી આ રથયાત્રા માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ, મહાપ્રસાદ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો

સિદ્ધપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ગોવિંદ માધવની 83મી ભવ્ય રથયાત્રા નીકળશે. આ દેશની એકમાત્ર એવી રથયાત્રા છે જે અદભુત ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળે છે અને પરંપરાગત રીતે ભૂદેવો પીતાંબર ધારણ કરીને આ રથને ખેંચે છે. 231 વર્ષ જૂના ગોવિંદ માધવ મંદિરથી નીકળનારી આ રથયાત્રા માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ, મહાપ્રસાદ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.    

 

(9:58 PM IST)