<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

જલાલપોરમાં 8 ઇંચ અને નવસારી શહેરમાં પોણા છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદને કારણે ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા:ધાનેરા પોઈન્ટ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી

નવસારી જિલ્લાના જલાલપોરમાં અંદાજે 8 ઇંચ અને નવસારી શહેરમાં પોણા છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધાનેરા પોઈન્ટ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

(11:35 AM IST)