તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વડોદરામાં 'નો UPI ડે'માં 72 એસોસિએશનો જોડાયા: QR કોડને કાળા કપડાથી ઢાંક્યા
એક જ દિવસમાં વડોદરાના કરોડો રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઠપ થઈ ગયા : બેંકિંગ સિસ્ટમમાં પણ ખળભળાટ મચી ગયો

વડોદરામાં નો UPI ડે માં વિરોધનું સ્વરૂપ અત્યંત આક્રમક રહ્યું હતું. શહેરના અંદાજે 72 થી વધુ વેપારી સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સની સંલગ્ન સમિતિઓએ આ હડતાળને સક્રિય ટેકો જાહેર કર્યો હતો. એમ.જી. રોડ,રાવપુરા, માંડવી અને અલકાપુરીના બજારોમાં દુકાનો બહાર મૂકેલા તમામ પેમેન્ટ ક્યૂઆર કોડ અને સાઉન્ડ બોક્સને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યા હતા.
વેપારીઓએ દુકાનો પર મોટા બેનરો લગાવ્યા હતા: "આજે માત્ર રોકડ સ્વીકારવામાં આવશે, સહકાર આપવા વિનંતી." વડોદરા વેપારી મહામંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગુજરાતના 600 થી વધુ ટ્રેડ યુનિયનો આ ચળવળમાં એકતા દર્શાવી રહ્યા છે. એક જ દિવસમાં વડોદરાના કરોડો રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઠપ થઈ ગયા હતા, જેનાથી બેંકિંગ સિસ્ટમમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
