<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

દાંતા તાલુકા પંચાયત સદસ્યના પતિ પર હુમલો કરનારા 5 આરોપીઓ સહિત 7 લોકો ઝડપાયા

પાંચ જણા હુમલો કરી રૂ. 10,000ની લૂંટ કરી ભાગી ગયા હતા: ચૂંટણીની અદાવતમાં અંબાજીના વ્યકિતએ જ હુમલો કરાવ્યાનો ભેદ ઉકેલ્યો

અંબાજી ખાતે દાંતા તાલુકા પંચાયત સદસ્યના પતિ ઉપર પાંચ જણા હુમલો કરી રૂ. 10,000ની લૂંટ કરી ભાગી ગયા હતા. આ કેસમાં હુમલો કરાવનાર તેમજ હુમલો કરનાર સહિત 7ને ઝડપી લઈ ચૂંટણીની અદાવતમાં અંબાજીના વ્યકિતએ જ હુમલો કરાવ્યાનો ભેદ ઉકેલ્યો હતો.
દાંતા તા.પં.ની અંબાજી-2 બેઠકના સદસ્ય અરુણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ સાથે ચૂંટણી સમયે થયેલા મનદુઃખના લીધે અંબાજીના વ્યકિતએ જ મુરારી પ્રસાદ ઓમ પ્રકાશને મારવા પાંચ લોકોને માર મારી લૂંટ કરવાની સોપારી આપી હતી. આ કાવતરા પ્રમાણે પાંચ જણાએ તાલુકા પંચાયત સદસ્યના પતિને એક્ટિવા ઉપર ઘરે જમવા જતી વખતે માર મારી રૂ. 10,000ની લૂંટ કરી ભાગી ગયા હતા. આ અંગે બનાસકાંઠા પોલીસે અલગ અલગ ટીમોનું ગઠન કરી આરોપીઓને વડગામ બસ સ્ટેન્ડ નજીક નાકાબંધી કરી પાંચ આરોપીઓની અટકાયત કરી અંબાજી લવાયા આવ્યા હતા. જેમાં તેઓને સોપારી હેમંતભાઈ દવેએ આપી હોવાનું તેમજ તાલુકા પંચાયત સદસ્યના પતિના ફોટા તથા માહિતી નદીમભાઈએ આપી હોવાનું ખુલ્યું હતું. હેમંતભાઈ દવે ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો છે.

જ્યારે વરસંગ ઠાકોર પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં બળાત્કાર, લૂંટ જેવા પાંચ ગુનાઓ,નવઘણ પરમાર પાટણ જિલ્લામાં આઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.

પકડાયેલા આરોપીઓ
(1) હેમંતભાઈ હરિભાઈ દવે, નદીમભાઈ સલીમભાઈ રંગરેજ (બંને રહે. અંબાજી), વરસંગજી ગિરધરજી ઠાકોર (રહે. જમણાપાદર તા. કાંકરેજ), નવઘણસિંહ દેવાજી પરમાર (રહે. વામૈયા, પાટણ), કિરણજી ચેનજી ઠાકોર (રહે. લક્ષ્મીપુરા, તા. કાંકરેજ), કિસ્મતજી જયંતીજી ઠાકોર (રહે. લક્ષ્મીપુરા, તા. કાંકરેજ) અને સુરેશજી લાભુજી ઠાકોર (રહે. હાજીપુર, પાટણ)

(12:12 AM IST)