તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા યુવાન માટે સુવર્ણ અવસરઃ હર્ષ સંઘવી
પોલીસમાં મોટી ભરતી અંગે નાયબ મુખ્યમંત્રીનું ટ્વીટ

રાજકોટઃ રાજયમાં પોલીસ ભરતીને લઇને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને સંબોધીને ટ્વીટ કર્યુ છે
ટ્વીટમાં જણાવ્યા મુજબ ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ!
ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે.
ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેરઃ લોકરક્ષક કેડરની કુલ ૧૨,૭૫૨ જગ્યાઓ, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ - ૮,૨૩૩, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - ૧,૧૩૨, SRPF કોન્સ્ટેબલ - ૩,૧૦૭, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - ૨૨૫
આ માત્ર નોકરી નથી, આ સમાજની સુરક્ષાની જવાબદારી છે. આજથી જ તૈયારી શરૂ કરોઃ વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજનો અભ્યાસ દરેક દિવસ મહત્ત્વનો છે.
તમારી મહેનત અને લાયકાત જ તમારું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેજો.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
