<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પેન્‍શનરોના અમદાવાદમાં ધરણા

ઉકેલ ન આવે તો ૨૫ નવેમ્‍બરે સંસદ માર્ચ કરવા નિરધાર

રાજકોટ તા.રપઃ ફોરમ ઓફ સિવિલ પેન્‍શનર્સ એસોસીએશન ગુજરાતના બેનર હેઠળ અને નેશનલ કોર્ડીનેશન ઓફ પેન્‍શનર્સ એસોસીએશનએ આપેલ અહવાન મુજબ ઓલ ઈન્‍ડિયાની સાથે ગુજરાતભરમાંથી અમદાવાદ ખાતે ત્રણ દિવસના ધરણાં યોજવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર તથા કેન્‍દ્ર સરકારના જાહેર સાહસોના પેન્‍શનરો તથા વિવિધ પેન્‍શનર સંગઠનોના આગેવાનો અને સભ્‍યોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પોતાની માંગણીઓ અંગે સરકારનું ધ્‍યાન દોરવા ધરણાંમાં જોડાયેલ.

ધરણાંનો મુખ્‍ય હેતુ પેન્‍શનરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો તરફ કેન્‍દ્ર સરકારનું ધ્‍યાન આકર્ષિત કરવાનો હતો. ખાસ કરીને વેલીડેસશન બીલના વિરોધમાં, પેન્‍શનરોને ૮મા કેન્‍દ્રીય પગાર પંચ ના વ્‍યાપમાં સમાવિષ્ટકરવાની માંગણી તથા BSNL પેન્‍શનરોની પેન્‍શન વધારાની લાંબા સમયથી પડતર માંગણી અંગે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવી હતી.

ફોરમ ઓફ સિવિલ પેન્‍શનર્સ એસોસીએશનના નેતાઓએ કેન્‍દ્ર સરકારને અપીલ કરી હતી કે પેન્‍શનરોની રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે અને ખાસ કરીને ૮મા પે કમિશનમાં પેન્‍શનરોનો સમાવેશ તથા ગ્‍લ્‍ફન્‍ પેન્‍શનરોની પેન્‍શન રિવિઝન અંગે યોગ્‍ય નિર્ણય કરવામાં આવે.તા.૨પ.૧૧.૨૦૨૬ના સંસદ માર્ચ માટેનો પ્રોગ્રામ મનુભાઈ ચનિયારા સર્કલ સેક્રેટરી AIBDPA ગુજરાત સંયોજક FCPA ગુજરાતએ જાહેર કરેલ. તા.૧૯.૦૯.૨૦૨૬ માનન્‍યશ્રી વડાપ્રધાન અને નાણાંમંત્રીશ્રીને ઉદેશી કલેકટરશ્રી અમદાવાદને સ્‍પીડ પોસ્‍ટથી આવેદનપત્ર મોકલવા આવેલ.

ગુજરાત પેન્‍શનર્સ સમાજ, સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ પેન્‍શનર્સ એસોસીએશન,P & T અનેઅન્‍ય સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ પેન્‍શનર્સ એસોસીએશન - ગુજરાત, ઓલ ઇન્‍ડિયા BSNL -DOT પેન્‍શનર્સ એસોસીએશન,BSNL -DOT પેન્‍શનર્સ એસોસીએશન ઈન્‍ડિયા,સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ પેન્‍શનર્સ એસોસીએશન રાજકોટ,પોસ્‍ટલ પેન્‍શનર્સ એસોસીએશન ગુજરાત ગાંધીનગરના, ઓલ ઈન્‍ડીયા પોસ્‍ટલ એન્‍ડ RMS પેન્‍શનર્સ એસોસીએશન ગુજરાતના આગેવોનોએ કાર્યક્રમને સફળ બનાવેલ હોવાનું મનુભાઈ ચનિયારા સર્કલ સેક્રેટરી AIBDPA ગુજરાત અને સંયોજક FCPA ગુજરાત જણાવેલ

(3:13 PM IST)