News of Thursday, 24th September 2026
લાખણીના આગથળા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા 8 બકરાના મોત: 4 ઈજાગ્રસ્ત
વાવ-થરાદ- ડીસા-થરાદ હાઈવે પર અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર :દેવીપૂજક શ્રમિક પરિવાર બકરા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

વાવ-થરાદ- ડીસા-થરાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. જેના કારણે 8 બકરાના ઘટના સ્થળે જ મોત જ્યારે 4 બકરા ઈજાગ્રસ્ત થયા છે. લાખણીના આગથળા નજીક બકરાના ટોળાને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અકસ્મતમાં 8 બકરાના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે જ્યારે 4 બકરા ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો છે. દેવીપૂજક શ્રમિક પરિવાર બકરા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી બકરા પાલનના વ્યવસાયથી શ્રમિક પરિવાર ગુજરાન ચલાવતો હતો અકસ્માતમાં પશુધનનું મોટું નુકસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ઘટનાની જાણ થતાં 112 પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી. અજાણ્યા વાહનચાલક સામે આગથળા પોલીસે તપાસ હાથ ધરી છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
