<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

૧૦૮ તાલુકામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્‍ફળ જવાનો ખતરો

૨૫ લાખ ખેડૂત પરિવારોને અસર

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર : ગુજરાત રાજ્‍યના ૧૦૮ તાલુકામાં ઓછો વરસાદ થતાં પાક નિષ્‍ફળ જવાનું જોખમ ઉભું થયું છે. જ્‍યાં સિચાઈનું પાણી નથી ત્‍યાં પાક સુકાઈ ગયા છે. તેનાથી ૫૬ લાખ ખેડૂતોમાંથી ૨૫ લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે.

ગુજરાતમાં ચોમાસામાં મુખ્‍ય પાકોનું આશરે ૧.૮૦થી ૨ લાખ મેટ્રિક ટન ઉત્‍પાદન આશરે થાય છે. જેનું ન્‍યૂનતમ ટેકાના ભાવે બજાર મૂલ્‍ય આશરે રૂ. ૪૫થી ૫૫ હજાર કરોડ થતું હોવાનું માનવામાં આવે છે. તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો બતાવી રહ્યાં છે.

ગુજરાતમાં ૩૪ જિલ્‍લામાં ૨૬૫ તાલુકામાંથી ૧૦૮ તાલુકામાં વરસાદની અછત થતાં તેને અછતગ્રસ્‍ત જાહેર કરવા પડે એમ છે. ૧૧ જિલ્‍લા એવા છે કે તેના તમામ તાલુકામાં કૃષિ પાક નિષ્‍ફળ જવાની તૈયારી છે.

૧૧ જિલ્‍લાના તમામ તાલુકાઓમાં વરસાદ ૬ ટકાથી ૬૫ ટકા થયો છે જ્‍યાં પાક નાશ થઈ રહ્યો છે તેવા જિલ્‍લામાં કચ્‍છ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્‍લી, પાટણ, વાવ-થરાદનો સમાવેશ થાય છે.

ઓછા વરસાદના કારણે બીજા તાલુકામાં પાકના ઉત્‍પાદન ઘટવાની શક્‍યતા છે. આમ એવું કહી શકાય કે અડધા ગુજરાતના એટલે કે ૧૩૨ તાલુકામાં ખેડૂતો અને પશુઓ પર આફત આવી ચૂકી છે.

કચ્‍છના તમામ ૧૦ તાલુકાની વાત કરીએ તો અબડાસામાં ૧૦.૨૮ ટકા, અંજારમાં ૧૭.૨૯ ટકા, ભચાઉમાં ૩૮.૩૮ ટકા, ભુજમાં ૩૨.૭૦ ટકા, ગાંધીધામમાં ૩૩.૬૯ ટકા, લખપતમાં ૨૦ ટકા, માંડવીમાં ૧૬.૫૮ ટકા, મુંદ્રામાં ૨૫.૬૫ ટકા, નખત્રાણામાં ૨૭.૮૭ ટકા, રાપરમાં ૬૭.૨૮ ટકા વરસાદ વરસ્‍યો છે. આમ જિલ્‍લાની કુલ સરેરાશ ૨૯.૨૯ ટકા છે. 

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્‍લાની વાત કરીએ તો જિલ્‍લાના ૯ તાલુકામાંથી ૭ તાલુકામાં અછતની સ્‍થિતિ છે. ચાણસ્‍મા તાલુકામાં ૫૪.૨૬ ટકા, હારીજમાં ૫૦.૪૩ ટકા, પાટણમાં ૬૫.૨૭ ટકા, સમીમાં ૫૦.૫૮ ટકા, સરસ્‍વતી તાલુકામાં ૬૦.૪૯ ટકા, શંખેશ્વર તાલુકામાં ૫૮.૧૫ ટકા, સિદ્ધપુર તાલુકામાં ૪૫.૫૪ ટકા, રાધનપુરમાં ૧૦૩.૦૫ ટકા, સાંતલપુરમાં ૧૧૭.૩૭ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની કુલ સરેરાશ ૬૬.૪૬ ટકા છે.

 બનાસકાંઠા જિલ્‍લાના વાત કરીએ જિલ્‍લાના ૧૦ તાલુકામાંથી ૯ તાલુકા અછતગ્રસ્‍ત છે. અમીરગઢ તાલુકામાં ૩૯.૨૬ ટકા, દાંતા તાલુકામાં ૪૬.૬૯ ટકા, દાંતીવાડામાં ૬૨.૬૫ ટકા, ડીસામાં ૫૯.૦૮ ટકા, ધાનેરામાં ૪૭.૫૬ ટકા, હડાદમાં ૪૬.૦૩ ટકા, કાંકરેજ તાલુકામાં ૫૧.૭૦ ટકા, પાલનપુરમાં ૪૯.૩૧ ટકા, વડગામ તાલુકામાં ૪૭.૭૫ ટકા, ઓગડમાં ૭૪.૬૫ ટકા વરસાદ વરસ્‍યો છે. જો જિલ્‍લાની સરેરાશની વાત કરીએ તો જિલ્‍લામાં ૫૧.૨૫ ટકા વરસાદ વરસ્‍યો છે. 

વાવ-થરાદના ૮ તાલુકામાંથી ૬ તાલુકા અછતગ્રસ્‍ત છે. ધરણીધરમાં ૫૬.૭૦ ટકા, લાખણીમાં ૫૧.૧૭ ટકા, રાહમાં ૬૨.૯૯ ટકા, સુઇગામમાં ૬૧.૬૧ ટકા, થરાદમાં ૬૨.૩૪ ટકા, વાવમાં ૩૪.૯૫ ટકા, ભાભરમાં ૧૦૪.૩૧ ટકા, દિયોદર તાલુકામાં ૧૧૩.૩૮ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની કુલ સરેરાશ ૬૯.૨૨ ટકા છે. 

મહેસાણાના જોટાણા તાલુકામાં ૬૨.૪૨ ટકા, ખેરાલુમાં ૬૩.૪૩ ટકા, મહેસાણામાં ૫૧.૬૬ ટકા, સતલાસણામાં ૫૩.૨૮ ટકા, ઊંઝામાં ૩૪.૯૪ ટકા, વડનગરમાં ૪૪.૯૬ ટકા, વિજાપુરમાં ૫૯.૫૭ ટકા, વિસનગર તાલુકામાં ૫૦.૮૯ ટકા, બેચરાજીમાં ૭૨.૯૨ ટકા, કડીમાં ૧૧૮.૩૭ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની કુલ સરેરાશ ૬૨.૩૪ ટકા છે. 

સાબરકાંઠાના ૮ તાલુકામાંથી ૭ તાલુકા અછતગ્રસ્‍ત છે. હિમતનગરમાં ૫૩.૧૪ ટકા, ઇડરમાં ૩૮.૨૨ ટકા, ખેડબ્રહ્મામાં ૩૫.૬૯ ટકા, પોશિનામાં ૩૬.૪૫ ટકા, પ્રાંતિજમાં ૫૭.૯૩ ટકા, વડાલીમાં ૩૭.૬૬ ટકા,  વિજયનગરમાં ૪૩.૯૫ ટકા, તલોદમાં ૭૧.૪૬ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની સરેરાશ ૪૬.૬૧ ટકા છે. 

અરવલ્‍લી જિલ્‍લાના ૮ તાલુકામાંથી ૮ અછતગ્રસ્‍ત છે. બાયડમાં ૫૦.૧૧ ટકા, ભિલોડામાં ૪૪.૮૩ ટકા, ધનસુરામાં ૫૫.૩૮ ટકા, માલપુરમાં ૩૭.૨૧ ટકા, મેઘરજમાં ૪૫.૩૧ ટકા, મોડાસામાં ૪૭.૭૧ ટકા, સાઠંબામાં ૫૬.૫૬ ટકા, શામળાજીમા ૩૧.૬૬ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની સરેરાશ ૪૬.૨૨ ટકા છે. 

ગાંધીનગરના ૪ તાલુકામાંથી ૪ તાલુકામાં અછતગ્રસ્‍ત છે. ગાંધીનગરના દહેગામમાં ૬૨.૮૬ ટકા, ગાંધીનગરમાં ૫૯.૮૬ ટકા, કલોલમાં ૬૩.૦૮ ટકા, માણસામાં  ૬૨.૭૩ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની કુલ સરેરાશ ૬૨.૨૦ ટકા છે.  ઉત્તર ગુજરાત રીજીયનની સરેરાશ ૫૬.૨૩ ટકા છે. 

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ૧૦ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. ચુડામાં ૮૪.૩૧ ટકા, દસાડામાં ૯૧.૦૩ ટકા, ધ્રાંગધ્રામાં ૮૨.૭૯ ટકા, લખતરમાં ૯૯.૦૩ ટકા, લીંબડીમા ૭૧.૩૮ ટકા, મૂળીમાં ૭૮.૮૨ ટકા, સાયલામાં ૯૧.૬૧ ટકા, થાનગઢમાં ૮૧.૦૯ ટકા, વઢવાણમાં ૮૨.૯૪ ટકા, ચોટીલામાં ૬૮.૧૯ ટકા, વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની સરેરાશ ૮૨.૮૩ ટકા છે. 

રાજકોટના ૧૧ તાલુકામાંથી ૧૧ તાલુકા અછતગ્રસ્‍ત રાજકોટના ધોરાજીમાં ૪૯.૪૬ ટકા, ગોંડલમાં ૫૮.૭૧ ટકા, જામકંડોરણામાં ૫૮.૪૮ ટકા, જસદણમાં ૪૨.૫૬ ટકા, જેતપુરમાં ૫૫.૭૪ ટકા, કોટડા સાંગામીમાં ૪૬.૦૮ ટકા, લોધિકામાં ૪૮.૮૭ ટકા,  પડધરીમાં ૪૭.૫૮ ટકા, રાજકોટમાં ૪૮.૩૩ ટકા, ઉપલેટામાં ૨૭.૦૬ ટકા, વિછીયામાં ૩૦.૫૭ ટકા વરસાદ વરસ્‍યો છે. જિલ્‍લાની સરેરાશ ૪૭.૦૯ ટકા છે.

 

 

 

(2:51 PM IST)