તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
શ્રીમંત સિનિયર સિટિઝનો સાયબર ઠગો માટે સોફટ ટાર્ગેટ
સિનિયર સિટિઝન્સ સાથે સાયબર ફ્રોડની ઘટનામાં સતત વધારો : ફ્રોડ બાદ વરિષ્ઠ નાગરિકોમાં બેંકો, પોલીસ સ્ટેશનના ધક્કા પરિવારજનોના ઠપકા, નુકસાનીના અફસોસ સાથે મોટી હતાશા

અમદાવાદ,તા.૦૧: ગુજરાતમાં ૨૦૨૬માં અત્યાર સુધી ૫૩૧ ડિજિટલ અરેસ્ટ કેસો નોંધાયા છે જેમાં ભણેલા ગણેલા ધનાઢ્ય સિનિયર સિટિઝનોની સંખ્યા વધુ રહી છે. એક રીતે જોવા જઈએ તો જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૬ સુધી રાજ્યમાં કુલ ૧,૦૯,૮૮૨ સાયબર ફ્રોડના કેસો નોંધાયા હતા જેમાં કે દર કલાકે આશરે ૨૧ કેસો નોંધાયા છે. આમાંના મોટાભાગના પીડિતો ૬૦ વર્ષથી વધુ ઉંમરના રિટાયર્ડ અને સમૃદ્ધ નાગરિકો છે.
સાઈબર ફ્રોડ થયા બાદ આ વરિષ્ટ નાગરિકોને સરકારી કચેરીના ધક્કાઓ, પોતાના પરિવારજનોની વઢ અને મોટી નુકસાનીના અફસોસ સાથે મોટી હતાશાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં મોબાઈલ અને ડિજિટલ નવીનતાના શોખીન, ભણેલા- ગણેલા સિનિયર સિટિઝનો સૌથી વધુ શિકાર બન્યા છે. જેમાં આ વૃદ્ધ નાગરિકોની આખી જિદગીની બચત, એફડી, મ્યુચ્યુઅલ ફંડ, સોનું અને પ્રોપર્ટી ક્ષણોમાં ઉડી ગયાના પણ દાખલા છે. ભારતમાં ૨૦૨૫માં વરિષ્ઠ નાગરિકોએ ૧,૦૩,૪૮૮ ફરિયાદો નોંધાવી અને ૪,૦૦૫ કરોડ રૂપિયાનું નુકસાન સહન કર્યું છે. કુલ ફરિયાદોમાં માત્ર ૪.૩ ટકા હોવા છતાં કુલ નુકસાનનો ૧૮ ટકા હિસ્સો હતો જે સમગ્ર દેશમાં ૨૨ હજાર કરોડથી વધુનું સાયબર ફ્રોડ નુકસાન થયું છે. ગુજરાત એ દેશમાં સાયબર ફ્રોડના ભોગ બનનારા અગ્રણી રાજ્યોમાંનું એક છે. ૨૦૨૬ના પહેલા છ મહિનામાં ફરિયાદોની સંખ્યામાં ગુજરાતનાં ચિથા અને નુકસાનની રકમમાં પાંચમા ક્રમે છે.
સિનિયર સિટિઝનોને કેવી રીતે શિકાર બનાવાય છે?
સાયબર ગઠિયાઓ આ વરિષ્ઠ નાગરિકોને કેવી રીતે ટાર્ગેટ કરે છે તે પણ સમજવા જેવું છે. તે લોકોને રેન્ડમ રીતે નહીં, પણ વ્યવસ્થિત રીતે રડારમાં લાવે છે. આધાર, પાન, મોબાઈલ નંબર અને સરનામું સોશ્યલ મીડિયા ચેનલ્સમાંથી પ્રાપ્ત કરે છે અથવા ડાર્ક વેબ પરથી ખરીદે છે. સોશિયલ મીડિયા, પેન્શનર લિસ્ટ અને પોઝિશન વાળા વિસ્તારોની માહિતીથી પ્રોફાઇલિગ થાય છે. પ્રારંભિક કોલમાં ટ્રાઈ કે બેંકના નામે આધારના દુરુપયોગનો આરોપ મૂકી વાતચીત દરમિયાન પરિવાર અને નાણાકીય વિગતો કાઢી લે છે. જે વ્યક્તિ પાસે વધુ બચત હોય અને એકલા હોય, તેને આગળ વધારે છે. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટની ધમકીથી પૈસા કાઢી લે છે.
શહેર અંદાજિત સિનિયર
સિટિઝન પીડિતો
અમદાવાદ ૨૦૦
વડોદરા ૧૧૦
સુરત ૧૨૦
રાજકોટ ૮૫
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
