તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સુરતના નેશનલ હાઈવે પર સાવા અને નંદાવ બ્રિજનું ડિમોલેશન કરાશે: બંને બ્રિજના પુરાણની માટી બેસી જતા બ્રિજની સ્થિતિ સામે સવાલો ઊભા થયા
કરોડોના ખર્ચે બનેલા આ બંને બ્રિજને માત્ર પાંચ વર્ષમાં જ તોડી પાડવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ:બ્રિજના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસની માગ

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ટી સ્ટોલ પર રાખવામાં આવેલા પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને વેચાતા ખાદ્યપદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે બેદરકારી સામે આવતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ખાદ્યપદાર્થોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
