<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના સગીરા દુષ્કર્મ કેસમાં કોર્ટે મોટો ચુકાદો :દર્શી ઉર્ફે બબલુ પંચાલ સહિત ચાર આરોપીઓને 20 વર્ષની સજા ફટકારાઈ

ઉપરાંત IPC કલમ 376(3) હેઠળ પણ 20 વર્ષની સજા ફટકારાઈ: બંને સજા એકસાથે ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો :દરેક આરોપીને રૂ.5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના સગીરા દુષ્કર્મ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કેસમાં દર્શી ઉર્ફે બબલુ પંચાલ સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. POCSO એક્ટ હેઠળ ચારેય આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત IPC કલમ 376(3) હેઠળ પણ 20 વર્ષની સજા ફટકારાઈ છે. જોકે, બંને સજા એકસાથે ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો છે. દરેક આરોપીને રૂ.5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તો ત્રણ મહિનાની વધારાની સાદી કેદની સજા ભોગવવી પડશે. દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. જામીન પર રહેલા ચારેય આરોપીઓને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

(12:34 AM IST)