તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે આંકડા લખવાનો ધંધો ધમધમે છે
ભૂતકાળમાં જુગારના મોટા અડ્ડા ચાલતા હતા એ બંધ થયા બાદ હવે આંકડા લખાવી લોકો સંતોષ માને છે, કેટલાક જુગારીયાઓ અન્ય શહેરોમાં જુગાર રમવા જાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા ઘણા લાંબા સમય થી જુગાર ના મોટા અડ્ડા બંધ કરાવી દીધા હોય હવે લોકો આંકડા તરફ વળ્યા છે, ત્યારે રાજપીપળા સહિત જિલ્લામાં આંકડા ના અડ્ડા ઘણી જગ્યાઓ પર ચાલુ છે.
મળતી માહિતી અનુસાર રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસે જુગાર ના મોટા અડ્ડા બંધ કરાવતા મોટા જુગારીઓ હવે અન્ય શહેર માં જુગાર રમવા જતા થયા છે જ્યારે નર્મદા જિલ્લામાં લોકો હવે આંકડા રમી સંતોષ માને છે જેમાં રાજપીપળા સહિત જિલ્લામાં અનેક લારી, ગલ્લા અથવા ખૂણે, ખાચરે આંકડા લખવાના ધંધા ધમધમી રહ્યા છે ત્યારે આંકડા હોય કે જુગાર આ બાબત ગેરકાનૂની જ હોય પોલીસ આવા આંકડિયાઓ પર કડક કાર્યવાહી કરે તો લોકો આ તરફ નહીં વળે.
આમ પણ નર્મદા પોલીસ અંગ્રેજી દારૂ પર બાઝ નજર રાખી અનેક વાહનો માં હેરફેર થતો દારૂ પકડે છે અને તાજેતર માં તો પોલીસે ઘણો દારૂ ઝડપી પાડ્યો છે જેમાં નર્મદા એલસીબી ટીમ ની મહત્વની ભૂમિકા છે, કેમ કે એલસીબી ટીમે વારંવાર મોટો દારૂ નો જથ્થો પકડી કાયદેસર કાર્યવાહી કરી છે. છતાં હજુ મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં અંગ્રેજી દારૂ ઘૂસાડવાનો વેપલો ક્યારેક ચાલતો હોય તેવામાં એલસીબી ટીમ નું મોટું ખબરી નેટવર્ક કામે લાગતા જે તે ચેકપોસ્ટ પર દારૂ ભરેલા વાહનો પકડાય જાય છે
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
