<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં: ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરી ટી સ્ટોલને સીલ કરી દીધો

ટી સ્ટોલ પર રાખવામાં આવેલા પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યો

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાંનો મામલો સામે આવ્યો છે. ટી સ્ટોલ પર રાખવામાં આવેલા પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાગ હરકતમાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ટી સ્ટોલને સીલ કરી દીધો છે. મુસાફરોને આપવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે ખાદ્યપદાર્થો ખુલ્લામાં રાખવા અને તેમાં ઉંદર હોવાના વીડિયો બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલ ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:00 PM IST)