<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સુરતના કડોદરામાં અસામાજિક તત્વો વચ્ચે લોહિયાળ ઘર્ષણ :બે ગેંગના લોકો વચ્ચે ચપ્પુ અને બંદૂકથી મારામારી

નયન પાટીલ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા ઈજા પહોંચી:અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો

સુરતના કડોદરામાં અસામાજિક તત્વો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થતાં ચકચાર મચી છે. બે ગેંગના લોકો વચ્ચે ચપ્પુ અને બંદૂકથી મારામારી થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અજય બાદશાહ અને સાહીલ મકવાણાના ગ્રુપ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. દરમિયાન નયન પાટીલ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા ઈજા પહોંચી હતી. જ્યારે અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. 

 ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે કડોદરા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

(9:58 PM IST)