<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

વિધાનસભા સત્રની તારીખમાં ફેરફાર : હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. ૯મી સપ્ટેમ્બરથી શરૂ થશે :તા. ૯,૧૦ અને ૧૧ સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ સત્ર મળશે

નવમાં સત્રને તારીખ ૮મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ રાજ્યપાલએ તેમના તારીખ ૩જી સપ્ટેમ્બર,૨૦૨૬નાં રોજના આહવાનને રદ કરી આજરોજ નવું આહવાન કરેલ

ગાંધીનગર :તા.૦૩/૦૮/૨૦૨૬નાં રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ ૮મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલશ્રીએ તેમના તારીખ ૦૩  ઓગસ્ટ,૨૦૨૬નાં રોજના આહવાનને રદ કરી, આજરોજ તા. ૩૧/૦૮/૨૦૨૬નાં રોજ નવું આહવાન કરેલ છે. તેથી હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. ૯મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે.

હવે નવમું સત્ર  તા. ૯,૧૦ અને ૧૧ સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. ૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ  નિર્ણય કર્યો છે.

(8:43 PM IST)