તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
સાબરકાંઠાના પ્રાંતિજના કરોલ વિસ્તાર પાસે કારે રાહદારી બે બાળકો અને મહિલાને અડફેટે લીધા:13 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત
માતાની નજર સામે જ 13 વર્ષના પુત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું :કિશોર તેની બહેન સાથે ચાલતો હતો ત્યારે કારની ટક્કર લાગી:એક વર્ષના બાળક સાથે જઈ રહેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી

સાબરકાંઠાના પ્રાંતિજના કરોલ વિસ્તાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી કારે રાહદારી બે બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 13 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માતાની નજર સામે જ 13 વર્ષના પુત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કિશોર તેની બહેન સાથે ચાલતો હતો ત્યારે કારની ટક્કર લાગી હતી. જ્યારે એક વર્ષના બાળક સાથે જઈ રહેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. માતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર સ્થળ પર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાંતિજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
