તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 29th August 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બહુચરાજીમાં મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી
બહુચરાજી શક્તિપીઠના દર્શન અર્ચન કર્યા :મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શનિવારે સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા
મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેમણે આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મા બહુચરના દર્શન કરી સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મંદિરની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની આસ્થા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ પણ મા આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જિલ્લા કલેકટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
