News of Saturday, 29th August 2026
સુરતમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને VHP અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન
સિવિલ હોસ્પિટલની ડીન ઓફિસ બહાર કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો: સંગઠન દ્વારા HODને કાયમી બરતરફ કરવાની માગ

સુરતમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને VHP અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની ડીન ઓફિસ બહાર કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સંગઠન દ્વારા HODને કાયમી બરતરફ કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે. ડૉ. હર્ષ પંડ્યાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર સામે ગુનો નોંધવામાં આવે તેવી માગ સંગઠન દ્વારા કરવામાં આવી છે. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
