<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

રેડિયન્‍સ હોસ્‍પિટલમાં પૂ.લાલબાપુનું સફળ ઓપરેશન

પૂ.લાલબાપુના આશીર્વાદથી રેડિયન્‍સ હોસ્‍પિટલ, અમદાવાદ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓના ઓપરેશન રાહતદરે થશેઃ પૂ. બાપુની તબિયત ખૂબ સારી, હોસ્‍પિટલમાંથી રજા અપાઇઃ સેવક રાજુભાઇ ગજેરાના નિવાસે થોડા દિવસ આરામ કરશે

રાજકોટ, તા., ર૯: ગાયત્રી આશ્રમ, ગધેથડના મહંત પૂ.લાલબાપુનું અમદાવાદમાં રેડિયન્‍સ હોસ્‍પીટલ ખાતે સફળ ઓપરેશન થયું છે.

ડો. અમીત ત્રિવેદી (યુરોલોજી સર્જન) તથા ડો. અપૂર્વ વ્‍યાસ (ઓબેસિટી સર્જન) અને તેની ટીમ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્‍યુ.

ગુજરાતનાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા વિડીયો કોલથી બાપુના તબિયતનાં સમાચાર જાણ્‍યા. તેમજ શ્રી બાપુની તબિયતના ખબર અંતર પુછવા માટે ગુજરાતભરનાં મહાનુભાવો પધાર્યા હતા જેવા કે, ગુજરાતનાં નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલા, લોકસભા મેમ્‍બર પુનમબેન માડમ, પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા તથા શ્રી શકિતસિંહ ગોહિલ, તથા GTPL ના માલીકો શ્રી અનિરૂધ્‍ધ સિંહ જાડેજા, શ્રી કનકસિંહ રાણા, શ્રી રાજભા જેઠવા  તથા શ્રી હિતેન્‍દ્રસિંહ ચૌહાણ (મહામંત્રી- ગુજરાત પ્રદેશ, ભાજપ), તળપ્તિબા રાઓલ (કન્‍વીનર સંકલન સમિતી) તથા ક્ષત્રિય સમાજનાં તમામ અગ્રણીઓ અને તમામ હોદેદારશ્રીઓ દ્વારા બાપુની તબિયતનાં સમાચાર પુછવામાં આવ્‍યા હતા. શ્રી જયરાજસિંહ પરમાર (પ્રવકતા - ગુજરાત પ્રદેશ, ભાજપ) તથા શ્રી કિશોરસિંહ ઝાલા (ઉદ્યોગપતિ) આ બન્ને મહાનુભાવોની બાપુની માંદગી દરમ્‍યાન સતત સેવા મળતી રહી. તેમજ રાજયનાં પોલીસ વડા શ્રી અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહયા હતા.શ્રી નરેશભાઈ પટેલ,  શ્રી બાબુભાઇ    જમનાદાસ પટેલ -ધારાસભ્‍ય શ્રી દસ્‍ક્રોઈ તથા દરેક પાટીદાર અગ્રગણ્‍ય આગેવાનો દ્વારા શ્રી લાલબાપુની તબીયતનાં સમાચાર પુછવામાં આવ્‍યા હતા.

પદ્મશ્રી ડો. જયંતભાઈ વ્‍યાસ (વાઈસ ચાન્‍સેલર, NSFU) પદ્મશ્રી ભીખુદાન ગઢવી તથા ઈશુદાનભાઈ ગઢવી પણ રૂબરૂ આવી બાપુના તબિયતનાં સમાચાર પુછયા હતા.

ભાગવત કથાકાર પુજય શ્રી જીજ્ઞેશ દાદાએ રૂબરૂ મુલાકાત કરી તેમજ શ્રી રામ કથાકાર પૂજય મોરારી બાપુ દ્વારા વિડીયો કોલથી તબિયતનાં સમાચાર પુછવામાં આવ્‍યા તથા અનેક કથાકારો દ્વારા બાપુના સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રાથના કરવામાં આવી તેમજ તબીયતનાં સમાચાર પુછવામાં આવ્‍યા હતા.સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના પુજય હરિપ્રકાશ સ્‍વામી શ્રી અને વિવેક સ્‍વામી શ્રી, પંચનાથ મહાદેવ મંદિર, ધોરાજીના મહંત શ્રી શ્રધ્‍ધાનંદજી બાપુ, દંડીસ્‍વામી આશ્રમ, ડાકોરના મહંત શ્રી વિજયદાસ બાપુ ઉપરાંત ગુજરાતભરનાં સંતો અને મહંતશ્રીઓ દ્વારા રૂબરૂ તથા ટેલીફોનનાં માધ્‍યમથી બાપુની તબિયત માટે ચિંતા વ્‍યકત કરાઇ અને તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવી.

ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા રૂબરૂ તથા ટેલીફોનનાં માધ્‍યમથી બાપુનાં સારા સ્‍વાસ્‍થય માટે પ્રાર્થેના કરવામાં આવી.

ઉપરાંત બાપુનાં અસંખ્‍ય સેવકો અને ભકતો દ્વારા તેમના સ્‍વાસ્‍થ્‍ય માટે ઉપવાસ, યજ્ઞો અને પ્રાર્થના કરવામાં આવી હતી દર્દીઓએ હોસ્‍પીટલે સારવાર માટે એપોઇન્‍ટમેન્‍ટ માટે સંપર્ક : ૭૦૪૩ર ૧૧૧૧૮, ૯૯૯૮૭ ૩૩૩૮૭. (એપોઇન્‍ટમેન્‍ટ લેવી ફરજીયાત છે.)

ડો.અપૂર્વ વ્‍યાસ

ગુજરાતના પ્રથમ અને એકમાત્ર રોબોટીક સર્જન

 

(2:49 PM IST)