<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ભાવુક દૃશ્યો : બહેનોએ કંકુ-ચાંદલો કરી ભાઈઓને રાખડી બાંધી

લાંબા સમય બાદ ભાઈને મળેલી કેટલીક બહેનો રાખડી બાંધતી વખતે ચોધાર આંસુએ રડી પડી

અમદાવાદ :ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. વિવિધ ગુનામાં સજા ભોગવી રહેલા ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈને મળેલી કેટલીક બહેનો રાખડી બાંધતી વખતે ચોધાર આંસુએ રડી પડી હતી. બહેનોએ કંકુ-ચાંદલો કરી ભાઈઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું, જ્યારે ભાઈઓ પણ બહેનોને મળીને ભાવુક થઈ તેમને ભેટી પડ્યા હતા. બહેનોએ પોતાના ભાઈઓ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય અને જીવનમાં નવી શરૂઆત કરે તે માટે શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા.

(7:03 PM IST)