<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દાંતાના આંબાઘાટા હિલના ઢાળ પાસે કપચી ભરેલ ડમ્પર પલટી ખાઈ ગયું : વાહનવ્યવહાર પ્રભાવિત

દાંતા-સતલાસણા હાઈવે પર ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ડમ્પર અથડાયું:અથડામણ બાદ ડમ્પર પલટી મારી ગયું

બનાસકાંઠાના દાંતાના આંબાઘાટા પાસે ડમ્પર પલટી ખાઈ ગયું હતું  દાંતા તાલુકાના ભેમાળ નજીક આંબાઘાટા હિલના ઢાળ પર અકસ્માત સર્જાયો હતો દાંતા-સતલાસણા હાઈવે પર ડમ્પરચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો  રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ડમ્પર અથડાયું હતું . અથડામણ બાદ ડમ્પર પલટી મારી ગયું હતું  ડમ્પર નંબર GJ-02-BT-2395માં કપચી ભરેલી હતી. ભેમાળ ક્વોરીમાંથી કપચી ભરી સતલાસણા તરફ જઈ રહ્યું હતું. અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થયું હતું  સદનસીબે ડમ્પરચાલકનો આબાદ બચાવ થયો છે. રોડ પર ડીઝલ તેમજ કપચી ઢોળાતા, અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

(6:27 PM IST)