તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
દીપા જ્વેલર્સનો રૂ.૪૫૯.૭૨ કરોડનો આઇપીઓઃ ઇશ્યૂ ૧લી સપ્ટેમ્બરના ખૂલશે

અમદાવાદ, તા.૨૮: દીપા જવેલર્સ લિમિટેડ, દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીની સાથેની હોલમાર્ક ગોલ્ડ જ્વેલરીની એક સંગઠિત બીટુબી ડિઝાઇનર્સ, પ્રોસેસર અને સપ્લાયર, તેના રૂ.૪૫૯.૭૨ કરોડના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) ને રજૂ કરવા તૈયાર છે. બૂક-બિલ્ટ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ખૂલશે અને ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બંધ થશે. આઇપીઓમાં ૧.૪૧ કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને રૂ.૨૫૦ કરોડ ઉભા કરવામાં આવશે અને ૧.૧૮ કરોડના ઇક્વિટી શેરને ઓફર ફોર સેલની રીતે વહેંચીને રૂ.૨૦૯.૭૨ કરોડ ઉભા કરવામાં આવશે. કંપની એ એનએસઇ અને બીએસઇ બંનેમાં લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત છે, જેની લિસ્ટિંગ તારીખ ૮મી સપ્ટેમ્બર, ૨૦૨૬ની છે.
જવેલર્સ એ છેલ્લા ચાર વર્ષમાં તેના નાણાકીય પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કામગીરીની આવક રૂ.૯૨૧.૨૬ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ.૧,૯૨૬.૬૭ કરોડ થઈ છે, જે મજબૂત વળદ્ધિ દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન ઇબીઆઇટીડીએથી રૂ.૩૩.૦૭ કરોડથી વધીને રૂ.૧૪૬.૩૪ કરોડ થયો છે, જ્યારે ઇબીઆઇટીડીએ માર્જિન ૩.૬ ટકાથી સુધરીને ૭.૬ ટકા થયો છે.
વાલ્મિકી લીલા કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ પણ આઇપીઓનો એક નોંધપાત્ર ભાગ છે, જે એન્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ સાથે બુક રનિંગ લીડ મેનેજર્સમાંના એક તરીકે સેવા આપે છે. દીપા જવેલર્સ જાહેર બજારોમાં પરિવર્તન કરવા અને વળદ્ધિના આગામી તબક્કા માટે તેના નાણાકીય અને ઓપરેશનલ પ્લેટફોર્મને મજબૂત બનાવવા માંગે છે, ત્યારે કંપની આ ઇશ્યૂમાં સહયોગમાં આવી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
