News of Friday, 28th August 2026
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી હ્રદયસ્પર્શી અને ભાવુક કરી દેનારા દ્રશ્યો સર્જાયા :કેદીઓ ભાઈઓને બાંધી રાખડી
રાખડી બાંધતી વેળાએ બંને ભાઈ-બહેનની આંખોમાં અતીતના પસ્તાવા અને વિરહના આંસુ છવાઈ ગયા: બહેનની ભીની આંખો જોઈને કેદી ભાઈનું હૃદય પણ દ્રવી ઉઠ્યું

સુરત :દેશભરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. આ પર્વની ખુશીઓ ચારેય તરફ જોવા મળી રહી છે, ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી એક ખૂબ જ હ્રદયસ્પર્શી અને ભાવુક કરી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેણે સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે.
જેલમાં બંધ કેદી ભાઈઓ માટે રક્ષાબંધનનો આ દિવસ અત્યંત લાગણીસભર રહ્યો હતો. બહેનોએ જેલમાં પહોંચીને પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમની રક્ષાડોરી બાંધી હતી. રાખડી બાંધતી વેળાએ બંને ભાઈ-બહેનની આંખોમાં અતીતના પસ્તાવા અને વિરહના આંસુ છવાઈ ગયા હતા. બહેનની ભીની આંખો જોઈને કેદી ભાઈનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું અને તેણે ભવિષ્યમાં જેલમુક્ત થઈને એક સારા નાગરિક બનવાની ગંભીર ખાતરી આપી હતી.
બહેનોએ હોંશે-હોંશે પોતાના ભાઈઓને રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ મેળવ્યા હતા. ભાઈ અને બહેન વચ્ચેના આ પવિત્ર સ્નેહ મિલનથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું.
પરિવારથી દૂર રહેલા કેદીઓ પણ આ તહેવારની હૂંફ અનુભવી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો અને કેદીઓ માટે યોગ્ય અને સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી તમામ બહેનો સરળતાથી પોતાના ભાઈઓને મળી શકે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
