<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભલભલાને રડાવી દે તેવા નેપાળ જળહોનારતમાં દિવંગત થયેલા લોકો પ્રત્યે સંવેદના સાથે પૂ.મોરારીબાપુની ૫૧ લાખની સહાય

ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં ૧૧ લાખ અને ૪૦ લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે

રાજકોટ તા.૨૮ :   તારીખ ૨૬/૮/૨૬નો દિવસ નેપાળ ક્યારેય પણ ભૂલી નહિ શકે. તિબેટ તરફ ગલેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું અને જોતજોતામાં તો સેંકડો લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. સોશિઅલ મિડીયા પર જે દ્રશ્યો જોવા મળે છે તે ભલભલાને રડાવી દે તેવાં છે.                  નેપાળને થયેલાં નુકસાનનો આંકડો દરરોજ વધતો જાય છે. પૂ. મોરારીબાપુ આ દારુણ ધટનાથી વ્યથિત થઈ ગયા છે અને તેમણે નેપાળના લોકોને સંવેદના પાઠવી છે. પૂ. મોરારીબાપુએ હનુમંત પ્રસાદ રુપે રુપિયા ૫૧ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પૈકી રુપિયા ૧૧ લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે અને રુપિયા ૪૦ લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરાશે. પૂ. મોરારીબાપુએ ભારત સહિત વિશ્વના એનેક દેશોનાં નાગરિકો માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે કે જેમણે આ હ્રદયદ્રાવક ધટનામાં પ્રાણ ગુમાવ્યા છે. સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(12:09 PM IST)