તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 27th August 2026
નેપાળમાં અચાનક આવેલા પૂરની પરિસ્થિતિને પગલે નર્મદા જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઈન જાહેર
નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો સહાય અને માહિતી માટે ઈમરજન્સી સંપર્ક નંબરો પર પણ સંપર્ક કરી શકે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવતાં રસુવા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં નુકસાન થયેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલ હોય, ગુમ થયેલ હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો તાત્કાલિક જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરવો.
નર્મદા જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર હેલ્પલાઈન:1077 (ટોલ ફ્રી) / 02640-224001
નર્મદા જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કંટ્રોલરૂમ:02640-224001
વધુમાં, નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો સહાય અને માહિતી માટે નીચેના ઈમરજન્સી સંપર્ક નંબરો પર પણ સંપર્ક કરી શકે છે.
ગુજરાત રાજ્ય હેલ્પલાઈન: 1070 (ટોલ ફ્રી)
ગુજરાત રાજ્ય કંટ્રોલરૂમ: 079232-51900 / 9978405304
નેપાળ ઈમરજન્સી સંપર્ક: +977 985 131 6807 / +977 970 910 7500
જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી માહિતીના આધારે સંબંધિત તંત્ર સાથે જરૂરી સંકલન કરી શક્ય તેટલી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવા કાર્યવાહી કરવામાં આવશે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
