તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુળ પરિવાર દ્વારા વડોદરા ખાતે ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) દ્વારા પર્યાવરણ જતન અને સંવર્ધનની દિશામાં એક અદ્ભુત અને પ્રેરણાદાયી પહલ કરવામાં આવી છે. દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણના મહાસંકલ્પથી પ્રેરિત થઈને, SGVP ગુરુકુળ પરિવાર દ્વારા ૧ લાખ વૃક્ષો વાવવાનો દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો છે. આ મહાનિષ્ઠાના ભાગરૂપે અમદાવાદ બાદ હવે સંસ્કારી નગરી વડોદરા ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ અને પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ પૂજ્ય સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. ન્યાસા ઓક્સિજન પાર્ક ખાતે ઉપસ્થિત સૌ સંતો અને ભક્તોએ સ્વહસ્તે છોડ વાવીને વડોદરા શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ નિમિત્તે આશીર્વચન પાઠવતા પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, "વૃક્ષ એ જ જીવન છે. વર્તમાન સમયમાં વૃક્ષોના અભાવે માનવજાત અનેક ગંભીર પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહી છે અને વાતાવરણ અત્યંત દૂષિત થઈ રહ્યું છે. કુદરતી સંતુલન જાળવવા અને આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા માટે વૃક્ષારોપણ તેમજ તેનું જતન કરવું અત્યંત આવશ્યક છે."
અમદાવાદ ખાતે યોજાયેલા સફળ વૃક્ષારોપણ અભિયાન બાદ વડોદરા ખાતે આયોજિત આ ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમથી SGVP ગુરુકુળ પરિવારે પર્યાવરણ રક્ષણનો એક નવો જ સંદેશ સમાજ સમક્ષ મૂક્યો છે
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
