<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર નરીમાનપુરા કેનાલ પાસેથી રિક્ષામાં લઇ જવાતો ૨૭૯ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો

સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલી નરીમાનપુરા કેનાલ પાસેથી સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ઓટો રિક્ષામાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ૨૭૯ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે અવિનાશ ઉર્ફે પપ્પુ હેમુભાઈ ચુનારા નામના શખ્શનેઈ ધરપકડ કરી દેશી દારૂ તેમજ ઓટો રિક્ષા મળીને કુલ રૂ. ૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સપ્લાય કરવામાં નીમેષ ઉર્ફે ઢોલીયો ચુનારા નામનો શખ્સ સંડોવાયેલો હોવાનું સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. સરખેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તથા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 PM IST)