તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ રૂ.૧૮,૭૫,૦૦૦ સાથે એકને ઝડપી પાડતી SOU સલામતી પોલીસ
ઝરવાણી ગામના પીપળી ખેતર ફળીયામાં રહેતા ગેલાભાઇ ભંગડાભાઇ તડવીનાઓ પોતાના કબજાના મકાનમાં રેડ કરીને ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કેસો કરવા નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્વારા " NO DRUGS IN NARMADA CAMPAIGN " અંર્તગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સુચના આપતા જે સુચના ના આધારે નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા એકતાનગર વિભાગ એકતાનગર તથા વી. કે. ગઢવી I/C પોલીસ ઇન્સ્પેકટર SOU સલામતી પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિજયભાઇ ગુલાબસિંગ બ.નં.૭૦૨ નોકરી SOU સલામતી પોલીસનાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઝરવાણી ગામના પીપળી ખેતર ફળીયામાં રહેતા ગેલાભાઇ ભંગડાભાઇ તડવીનાઓ પોતાના કબજાના મકાનમાં સુકો ગાંજો ૫ કિલો કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ વન્સપતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ-૩૫૭ જેનું કુલ વજન ૩૨ કીલો ૫૦૦ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ૧૬,૨૫,૦૦૦/-એમ કુલ માદક પદાર્થ ગાંજો ૩૭ કીલો ૫૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૮,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા SOU સલામતી પોલીસ સ્ટેશન ખાતે NDPS ACT મુજબ નો ગુનો રજીસ્ટર કર્યો હતો
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
