<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

વડોદરામાં સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો

બે પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા તકેદારી વધારવામાં આવી

વડોદરામાં સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. તાંદલજાની 21 વર્ષીય ગર્ભવતી મહિલાનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ડભોઈના 25 વર્ષીય યુવકને પણ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ યુવકને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેને આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકોટાની 35 વર્ષીય મહિલામાં પણ સ્વાઈન ફ્લૂના લક્ષણો જોવા મળતા તેની તપાસ કરવામાં આવી રહી છે. બે પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા તકેદારી વધારવામાં આવી છે.

(7:29 PM IST)