<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય સારા વરસાદની શક્યતા નથી

એક અઠવાડિયા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

અમદાવાદ : ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય સારા વરસાદની શક્યતા નથી. એક અઠવાડિયા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતા નહીં હોવાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોની ચિંતા વધી શકે છે.

(7:27 PM IST)