<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભરૂચની ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક નશાખોર કારચાલકે લોકો અને રોડ પરના વાહનોને અડફેટે લીધા

-ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી: કારચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી

ભરૂચની ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક નશામાં ધૂત કારચાલકે લોકો અને રોડ પરના વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નશાબાજ કારચાલકે રોડ પર ઊભેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને પણ અડફેટે લેતા વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કારચાલક બુટલેગરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને કારચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

(1:08 PM IST)