તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
૨૮ ઓગસ્ટથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ‘જીસીએ-રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટૂર્નામેન્ટ’નો પ્રારંભ : અમદાવાદ, નડિયાદ અને આણંદમાં મુકાબલા ખેલાશે
ગુજરાતની ૨ ટીમ સહિત દેશભરની કુલ ૧૨ રાજ્ય સ્તરની ટીમો વચ્ચે ૩-દિવસીય મેચો રમાશે : ગુજરાત ક્રિકેટ એસોસિએશને તમામ ટીમોને પાઠવી શુભેચ્છાઓ

અમદાવાદ: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા આયોજિત 'જીસીએ-રિલાયન્સ મેન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન (૩-દિવસીય) ટૂર્નામેન્ટ ૨૦૨૬'ની ચોથી આવૃત્તિનો પ્રારંભ આગામી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬થી થવા જઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટૂર્નામેન્ટના મુકાબલાઓ અમદાવાદ, નડિયાદ અને આણંદના વિવિધ ક્રિકેટ મેદાનો પર રમાડવામાં આવશે.
આ રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કુલ ૧૨ રાજ્ય કક્ષાની ટીમોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાત બહારની ૧૦ ટીમો અને ગુજરાત રાજ્યની ૨ ટીમોનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી ટીમોમાં ગુજરાત-૧, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ એસસીએસ, કેરળ, બરોડા, ગોવા, મુંબઈ, હિમાચલ પ્રદેશ, ગુજરાત-૨, ઝારખંડ-૧, સૌરાષ્ટ્ર અને ઓડિશાનો સમાવેશ થાય છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચોનું વિગતવાર શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે અને આયોજકો દ્વારા સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ ૧૨ ટીમોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
