તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
અમદાવાદ EDની બેંક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી: 9.19 કરોડની મિલ્કતો કામચલાઉ રીતે જપ્ત
લોનના ભંડોળને બોગસ કરારો, સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન, ગ્રુપ કંપનીઓને સીધા ટ્રાન્સફર અને LC સુવિધાના દુરુપયોગ દ્વારા ડાયવર્ટ કરીને પ્રમોટર્સ તેમજ ગ્રુપ કંપનીઓ તરફ વાળવામાં આવ્યા હતા

અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રૂ. ૭૧.૮૮ કરોડની બેંક છેતરપિંડીના કેસમાં સાયોના કલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરીને PMLA હેઠળ રૂ. ૯.૧૯ કરોડની મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. EDની તપાસમાં ખુલાસો થયો છે કે બેંકો પાસેથી મેળવેલી લોનના ભંડોળને બોગસ કરારો, સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન, ગ્રુપ કંપનીઓને સીધા ટ્રાન્સફર અને LC સુવિધાના દુરુપયોગ દ્વારા ડાયવર્ટ કરીને પ્રમોટર્સ તેમજ ગ્રુપ કંપનીઓ તરફ વાળવામાં આવ્યા હતા. આ લોનના જ નાણાંથી ચાર ખેતીની જમીન ખરીદાઈ હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે EDએ આ ખેતીની જમીન સહિત બે ઔદ્યોગિક જમીન, એક રહેણાંક ફ્લેટ, ટર્મ ડિપોઝિટ અને બે ડીમેટ ખાતામાં રહેલા ઈક્વિટી શેર પણ જપ્ત કરી લીધા છે. આ કેસમાં ED દ્વારા જપ્તીનો આ આદેશ બીજો ઓર્ડર છે, જેના કારણે અત્યાર સુધી જપ્ત કરાયેલી મિલકતોની કુલ કિંમત રૂ. ૯.૬૨ કરોડ પર પહોંચી છે અને આ સમગ્ર મામલે ED દ્વારા વધુ તપાસ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
