News of Monday, 24th August 2026
રાજપીપળા નગરપાલિકાના બાહોશ ચીફ ઓફિસરની કામગીરી સરાહનીય પરંતુ નગરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે યોગ્ય પગલા લે તે જરૂરી
વર્ષોથી ખોરંભે પડેલી ફિલ્ટર પાણીની લાઇન શરૂ થાય તો તકલીફ દૂર થશે, ગલીઓમાં અડિંગો જમાવતા ઢોરને પકડવા જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા નગરપાલિકા માં હાલ મુકાયેલા બાહોશ મહિલા ચીફ ઓફિસર એક બાદ એક કડક કાર્યવાહી કરી રહ્યા છે અને વર્ષોથી શહેર માં સર્જાયેલી સમસ્યા દૂર કરવા કડક પગલા લેતા લોકો માં ફફડાટ ફેલાયો છે, જોકે કેટલાક વેપારીઓ આ કાર્યવાહી થી નારાજ છે પરંતુ શહેર માં આડેધડ દબાણ, ગંદકી સહિતની કામગીરી સામે ચીફ ઓફિસર કડક કાર્યવાહી અને દંડ વસૂલ કરતા વેપારીઓ ફફડી રહ્યા છે
જોકે ચીફ ઓફિસર ની ભલે આ સરાહનીય કામગીરી છે પરંતુ શહેર ના ઘણા વિસ્તારો માં પાણી ની કટોકટી છે તેમજ નાની નાની ગલીઓ માં.અડિંગો જમાવી બેસી રહેતા ઢોર નો મોટો ત્રાસ છે તો એ દિશામાં પણ યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકો આશા સેવી રહ્યાં છે. બીજી બાજુ વર્ષોથી ખોરંભે પડેલી ફિલ્ટર પાણીની લાઇન જો ચાલુ કરવામાં આવે તો લોકો ને પીવાનું ફિલ્ટર પાણી મળશે અને એ પૂરતા પ્રમાણ માં મળશે માટે ચીફ ઓફિસર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
