તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
દીકરી ભગાડી જવા બાબતે મારી નાંખવાની ધમકી આપનાર માતા, પુત્ર વિરુદ્ધ ફરિયાદ
ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લના નાંદોદ તાલુકાના હજરપુરા ખાતે બનેલી ઘટનામા દીકરીને ભગાડી જવાની ઘટનામા માતા, પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ ફરીયાદી હજરપુરા ગામે સુમનબેન કાળીદાસ વસાવાને ઘરેથી પોતાની દિકરી દર્શાનાબેન નાને પોતાની સાથે લઈ નિકળતા હતા તે વખતે સુમનબેન કાળીદાસ વસાવા તથા પુત્ર નિલેશભાઈ ઉર્ફ નિકુ કાળીદાસ વસાવાનાએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
