<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં નિવૃત્ત IAS અધિકારીએ ગણપત વસાવાને કર્યો સવાલ

આ વિવાદનો કાયમી અને ન્યાયસંગત ઉકેલ આવે અને આદિવાસી સમાજના બંને પક્ષો વચ્ચેનો તણાવ દૂર થાય તેવી માંગ પણ ઉઠી રહી છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :17 દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉમરપાડાના નિવૃત્ત IAS અધિકારી જગતસિંહ વસાવાએ ધારાસભ્ય ગણપત વસાવાને સીધો સવાલ કર્યો છે.

    નર્મદા જિલ્લાના સાગબારા અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો છેલ્લા 17 દિવસથી જંગલ જમીનના મુદ્દે આમને-સામને છે. એક તરફ સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા જંગલ જમીન પર હક અને કબજાના મુદ્દે ધરણા-આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસી ખેડૂતો દ્વારા પણ પોતાની જમીન અને હકોને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર મામલો દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે ત્યારે ઉમરપાડા તાલુકાના રહેવાસી અને નિવૃત્ત IAS અધિકારી જગતસિંહ વસાવાએ ધારાસભ્ય ગણપત વસાવાને સીધો સવાલ કર્યો છે. તેમણે જંગલ જમીનના મુદ્દે બંને તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે ઊભી થયેલી સ્થિતિ અંગે સ્પષ્ટતા અને યોગ્ય ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
છેલ્લા 17 દિવસથી ચાલી રહેલા આ વિવાદમાં બંને તરફના આદિવાસી ખેડૂતો પોતાના હક અને જમીનને લઈને મક્કમ છે. હવે નિવૃત્ત IAS અધિકારીના સીધા સવાલ બાદ આ મુદ્દે ધારાસભ્ય ગણપત વસાવા શું જવાબ આપે છે અને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ વિવાદનો કાયમી અને ન્યાયસંગત ઉકેલ આવે અને આદિવાસી સમાજના બંને પક્ષો વચ્ચેનો તણાવ દૂર થાય તેવી માંગ પણ ઉઠી રહી છે

(10:42 PM IST)