તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
સુરતના બાપા સીતારામ ચોક નજીક સાસુ-વહુ વચ્ચેના ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી
સાસુએ પુત્રવધુ ત્રાસ આપતી હોવાનો તેમજ છૂટાછેડા માટે ₹20 લાખની માગણી કર્યાનો આક્ષેપ:ઈજાગ્રસ્ત સાસુને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરતના બાપા સીતારામ ચોક નજીક સાસુ-વહુ વચ્ચેના ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીની ઘટના સામે આવી છે. સાસુએ પુત્રવધુ ત્રાસ આપતી હોવાનો તેમજ છૂટાછેડા માટે ₹20 લાખની માગણી કર્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારના જણાવ્યા મુજબ પોલીસની હાજરીમાં પણ સાસુ સાથે મારામારી કરવામાં આવી હતી, જેના પગલે ઈજાગ્રસ્ત સાસુને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનોએ પુત્રવધુ દ્વારા જેઠ વિરુદ્ધ છેડતીની ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો પણ દાવો કર્યો છે, જ્યારે સાસુએ પુત્રવધુ અપશબ્દો બોલતી હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
