તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
વિરમગામ ખાતે ચાલતા શૈક્ષણિક કેન્દ્રમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને ચોપડા-પેન, દફતરનું વિતરણ કરાયું
લલીતભાઈ ભટ્ટ દ્વારા નોટબુક, ચોપડા, પેન અને જીજ્ઞાબેન રાવલ દ્વારા બાળકોને દફતર આપવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત જોગણીનગર - વણઝારા પરા વિરમગામ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો માટે કાર્યરત શૈક્ષણિક કેન્દ્રમાં દાતાઓ દ્વારા વિવિધ ભેટ આપવામાં આવી હતી. વિરમગામમાં પડેલા ભારે વરસાદને કારણે વિચરતી અને વિમુક્ત જાતિના મોટાભાગના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક, ચોપડાઓ અને દફતર પલળી ગયા અથવા તો તણાઈ ગયેલા હતાં. વિરમગામ ખાતે સમર્થ ટ્યુશન ક્લાસીસ ચલાવતા લલિતભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંઈ પેરામેડિકલ ઇન્સ્ટિટયૂટના સંચાલક જીજ્ઞાબેન રાવલ દ્વારા બાળકોને દફતર આપવામાં આવ્યા અને નયનભાઈ પરમાર દ્વારા પોતાના જન્મદિવસે બાળકોને ચોકલેટ ખવડાવવામાં આવી હતી. બાળકોને નોટબુક, ચોપડા, પેન અને દફતર મળતા ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો અને "ભારત માતા કી જય"નો જય ઘોષ કરીને દાતાઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વિરમગામ ખાતે
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
