તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
અમદાવાદ એરપોર્ટ પર શારજાહથી આવેલી મહિલા મુસાફર પાસેથી ₹83.14 લાખનું સોનું જપ્ત
કસ્ટમ્સ ટીમે સઘન ચેકિંગ હાથ ધરતાં મહિલાએ પોતાના હાઈનેક સ્વેટરમાં ગુપ્ત રીતે છુપાવેલી સોનાની ચેઈન મળી :તપાસ દરમિયાન 24 કેરેટ શુદ્ધતાનું કુલ 499.540 ગ્રામ સોનું મળી આવ્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરતા રૂ.83.14 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટ નંબર G9-418 મારફતે આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ પ્રોફાઈલિંગના આધારે તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ્સ ટીમે સઘન ચેકિંગ હાથ ધરતાં મહિલાએ પોતાના હાઈનેક સ્વેટરમાં ગુપ્ત રીતે છુપાવેલી સોનાની ચેઈન મળી આવી હતી. તપાસ દરમિયાન 24 કેરેટ શુદ્ધતાનું કુલ 499.540 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત ₹83,14,843 થવા જાય છે. કસ્ટમ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મહિલા મુસાફકની ધરપકડ કરવામાં આવી હતી, જેને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવી હતી. આ મામલે કસ્ટમ્સ વિભાગે સોનાની તસ્કરીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
