તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
પરિવારોનું બજેટ ખોરવાયું: રાજપીપળા સહિત જિલ્લામાં તેલ, ખાંડ, ગોળ અને ડુંગળીના ભાવ આસમાને
મોંઘવારીના અસહ્ય મારથી જિલ્લાના મધ્યમવર્ગની હાલત કફોડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોંઘવારીના માર વચ્ચે મધ્યમ અને ગરીબવર્ગ ની આર્થિક સ્થિતિ બગડી રહી છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ સતત વધતા સામાન્ય લોકો માટે રોજિંદા જીવનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. જિલ્લાના બજારોમાં પેટ્રોલ-ડીઝલ સાથે ખાદ્યતેલ, ખાંડ, ગોળ, ડુંગળી સહિત વિવિધ ચીજવસ્તુના ભાવ આસમાનને પહોંચ્યા છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવ અંદાજે રૂા. ૨,૮૦૦થી રૂા. ૩,૦૦૦ સુધી પહોંચ્યો છે. આમ તો ચોમાસામાં શાકભાજીના ભાવ ઓછા હોય પરંતુ હાલમાં ડબલ વધારો થતાં શાકભાજી રૂા. ૮૦થી રૂા. ૧૦૦ પ્રતિ કિલો સુધી વેચાય છે.
જિલ્લાના આદિવાસી પરિવારો માટે મોંથવારીનો માર વધુ મુશ્કેલ બન્યો છે. મર્યાદિત આવક અને રોજગારીની સમસ્યા વચ્ચે જીવન જરૂરી ચીજવસ્તુના વધતા ભાવ સામાન્ય પરિવારોના રોજિંદા ભોજનમાં વપરાતી ડુંગળીનો ભાવ પણ પ્રતિ કિલો રૂ. લગભગ ૪૦ રૂપિયે કિલો સુધી પહોંચ્યો છે. આવક મર્યાદિત હોવા છતાં ખાદ્યસામગ્રીના વધતા ભાવને કારણે ગૃહિણીઓના માસિક બજેટ પર અસર પડી છે.
હાલમાં ખાંડના ભાવ પણ ભડકે બળી રહ્યાં છે. ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂા.૫૮થી રૂા. ૬૦ સુધી પહોંચ્યો છે. ખાંડ મોંઘી થતાં રોજિંદી ચા પણ સામાન્ય લોકો માટે પીવી મુશ્કેલ બની છે. ગોળનો ભાવ પણ પ્રતિ કિલો રૂા. ૬૦થી રૂા. ૬૫ સુધી પહોંચ્યો છે.
માટે બે ટંકનું ભોજન અને પરિવારનો ખર્ચ ચલાવવો પડકારરૂપ બન્યો છે. સ્થાનિકોની માગ છે કે, સરકાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ પર નિયંત્રણ લાવી ગરીબ અને મધ્યમવર્ગને મોંઘવારીમાંથી રાહત આપે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
