તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
મહેસાણામાં શિવાલિક હોટલ નજીક બોઈલર ટેન્કમાં 2 કારીગરો ગૂંગળાયા: સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટેન્કની અંદરથી બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા

મહેસાણામાં નુગર બાયપાસ પર આવેલી શિવાલિક હોટલની પાછળ એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં બોઈલર ટેન્કની અંદર કામગીરી કરી રહેલા 2 કારીગરો અચાનક ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટેન્કની અંદરથી બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બેભાન હાલતમાં મળી આવેલા બંને લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
