તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
અમદાવાદ સિવિલ હોસ્પિટલના GSI ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપ યોજાયો
આધુનિક ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવાનો, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવા કાર્યક્રમ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ (GSI) ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 'ટીચિંગ ધ રાઈટ મેથડ' ના મુખ્ય દ્રષ્ટિકોણ સાથે યોજાયેલા આ એકેડેમિક કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવાનો, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવાનો હતો. આ વર્કશોપમાં તબીબોને અદ્યતન સર્જિકલ તકનીકો અને તબીબી ચોકસાઈ અંગેનું વિશેષ પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
