તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
રાજપીપળાથી કરજણ ડેમ તરફ જતી બસ સમયસર ના આવતા ડેપો મેનેજરને આવેદન
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રાજપીપળાથી હરીપુરા સુધી એક વધારાની બસ ની સેવા વહેલી તકે શરૂ કરવા માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાથી કરજણ ડેમ તરફ જતી બસ સમયસર ના આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સવારે 10 વાગ્યાંનો ટાઈમ હોય અને બસ 11 વાગે પોહચે છે તો જે તે શાળાનાં શિક્ષકો દ્વારા તેમને દરોરજ રોકટોક કરતા હોય એમ વિદ્યાર્થીઓનું કહેવું છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા થી હરીપુરા સુધી શાળા, કોલેજ તથા ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જવા માટે હાલમાં બસમાં ખૂબ જ ભીડ રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને વિધાર્થીઓ ને બેસવા માટે જગ્યા પણ હોતી નથી માટે વિધાર્થીઓને ઘણી મુશ્કેલી પડતી જોવા મળે છે. અને બસની ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડવામાં આવે છે જેમા મોટર વ્હીલ એક્ટ ના કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે.
આ માર્ગ પર શાળા, કોલેજ તથા ITIમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી હાલની બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે થઈ જાય છે. તેથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને રાજપીપળાથી હરીપુરા સુધી એક વધારાની બસ ની સેવા વહેલી તકે શરૂ કરવામાં જેથી વિદ્યાર્થીઓને સમયસર શાળા, કોલેજ તથા ITI માં પહોંચવામાં સરળતા રહેશે અને બસમાં થતી ભીડમાં પણ ઘટાડો થશે.
જેના માટે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP નર્મદા જિલ્લા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજ અને iti જવાના માટે વિધાર્થી ઓને પડતી બસ ની મુશ્કેલી માટે હરીપુરા થી રાજપીપળા સુધી ની બસ ચાલુ કરાવવા માટે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન પત્ર આપી રજૂવાત કરવામાં આવી જેથી . અને જો વહેલીતકે બસ શરૂ કરવામાં નહીં આવેતો આવનારા સમયમાં મા વિધાર્થીઓ ને સાથે રાખી વિધાર્થી પરિષદ વિધાર્થી ના હિત માટે આંદોલન કરશે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
