<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ખામર ગામે ખેતરમાં કામ કરતા વ્યક્તિને સાપ કરડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

સાપ કરડતા પ્રથમ સારવાર રાજપીપલા સીવીલ હોસ્પીટલમાં કરાવી વધુ સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા દાખલ કરેલ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ખામર ગામે ખેતરમાં કામ કરતા વ્યક્તિ ને સાપ કરડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે

    મળતી માહિતી અનુસાર જયેન્દ્રભાઇ હીંમતભાઇ વસાવા (ઉ.વ.૩૯)( હાલ રહે, લીમટવાડા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે, ખામર ટેકરા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મરનાર હિંમતભાઇ જેઠાભાઇ વસાવા (ઉ.વ.૬૦ )(હાલ રહે, લીમટવાડા મુળ રહે,ખામર તા.નાંદોદ જી.નર્મદા )નાઓ ખામર ગામે ખેતરમાં કામ કરતા હતા ત્યારે સાપ કરડતા પ્રથમ સારવાર રાજપીપલા સીવીલ હોસ્પીટલમાં કરાવી વધુ સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા દાખલ કરેલ જ્યાં સારવાર દરમિયાન તા.૨૦/૦૮/૨૦૨૬ રોજ મોત થયું હતું.

(7:09 PM IST)