તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
સુરતના ઉધના વિસ્તારમાં જર્જરીત માર્કેટમાંથી માનવ કંકાલ મળતા ચકચાર: 'સચિન ડાભેલ' નામની બુક મળી
એક વર્ષથી સીલબંધ અંબર કોલોની સામેના ભોંયતળિયામાંથી અજાણ્યા વ્યક્તિનું કંકાલ મળતાં ઉધના પોલીસ અને એફએસએલની ટીમે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

બેંગલુરુ: સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉધના-નવસારી મેઈન રોડ પર અંબર કોલોની સામે આવેલ એક જર્જરીત અને અગાઉ અકસ્માતના કારણે પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી સીલ કરાયેલ એપી માર્કેટમાંથી અચાનક એક માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસનો મોટો કાફલો તથા એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસનો આરંભ કર્યો છે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા સુરત પોલીસના એસીપી ચિરાગ વડોદરિયાએ જણાવ્યું હતું કે, બિનવારસી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલની બિલકુલ નજીકથી પોલીસને એક બેગ પણ મળી આવી છે. આ બેગની અંદર કપડાં અને અન્ય સામાનની સાથે એક નોટબુક પણ મળી આવી છે, જેના પર "મારું નામ સચિન રાજુ ડાભેલ" એવું લખેલું જોવા મળ્યું છે. આ નામ મળ્યા બાદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ નામની કોઈ વ્યક્તિ અગાઉ ગુમ થયા અંગે સુરત કે આસપાસના પોલીસ સ્ટેશનોમાં કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ.
આ માનવ કંકાલ કેટલું જૂનું છે, તે પુરુષનું છે કે મહિલાનું અને મૃત્યુનું અસલી કારણ શું હોઈ શકે તે વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણવા માટે પોલીસે કંકાલને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. પ્રાથમિક તબક્કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધીને ડીએનએ (DNA) સેમ્પલિંગ સહિતની મેડિકલ અને કાનૂની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે જેથી મૃતકની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી શકાય.
આ ઇમારત લાંબા સમયથી અ સુરક્ષિત હોવાને કારણે સીલ કરાયેલી હતી, છતાં ત્યાં આ કંકાલ કેવી રીતે પહોંચ્યું અને આ રહસ્યમય મોત પાછળ શું હકીકત છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
